તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:7 મહિનાની ટેસ્ટ ટ્યૂબ પ્રેગનન્સી ધરાવતી માતાએ કોરોનાને હરાવ્યો

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોઠવાની સગર્ભાને વિસનગર નૂતનમાં દાખલ કરાઇ
  • આઇસીયુમાં 6 દિવસ તબીબોએ સઘન સારવાર આપી

વિસનગર તાલુકાના ગોઠવા ગામની 7 મહિનાના ટેસ્ટ ટ્યૂબ સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ આવતાં નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તબીબોની 6 દિવસની સઘન સારવાર બાદ માતા અને તેના બાળકનો જીવ બચાવ્યો હતો.

ગોઠવા ગામનાં 39 વર્ષીય જાગૃતિબેન જીતેન્દ્રભાઇ રાવલ કોરોના પોઝિટિવ અાવ્યા હતા અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું હોવાથી ગંભીર હાલતમાં વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતાં. જાગૃતિબેનની ઉંમર અને ખૂબ જ પ્રયત્નો બાદ સાત મહિનાની ટેસ્ટ ટ્યૂબ પ્રેગનન્સી હોવાથી માતા અને બાળકના જીવ જોખમાય તેમ હતો.

હોસ્પિટલના તબીબોએ આઇસીયુમાં સતત છ દિવસ સારવાર આપ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો. માતા અને બાળકને નવજીવન મળતાં પરિવારે પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પંકજ નિમ્બાલકર, આરએમઓ ડો.તેજસ પટેલ સહિતનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...