વિસનગરમાં 2 મોબાઈલ ચોરાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક મોબાઈલ વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવર પાસે ભીડમાં ખિસ્સા માંથી અને બીજો મોબાઈલ મહેસાણા ચોકડી પાસે ગંજી સોસાયટીના સામે રોડ પર યાત્રી પાર્લરના મેડા પર ખાટલા માંથી ચોરાઈ જતા બન્ને યુવકોએ ઈ-અરજી કરી હતી. જેના આધારે પોલીસે બન્ને યુવકોની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે મોબાઈલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈ-અરજી દાખલ કરાતા કાર્યવાહી શરુ કરી
વિસનગરના મહેસાણા ચોકડી પાસે આવેલ ગંજી સોસાયટીના સામેના રોડ પર યાત્રી પાર્લરના મેડા પર રહેતા રવી પારખાન ભાઈ જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેઓ તારીખ 26/07/2022 ના રોજ રાત્રીના દસ વાગે તેમની પત્ની સાથે મેડા પર પથારી કરી સુઈ ગયા હતા. જેમને ફોન ઓશિકા પાસે મૂક્યો હતો. જે સવારે ઊભા થઈ જોતા મોબાઈલ જોવા મળ્યો ન હતો. જે ફોન કરતાં સ્વીચ ઓફ આવતો હતો. ત્યારે એમનો મોબાઈલ ફોન સેમસંગ ગેલેક્સીએ 125 મોડલના મોબાઈલની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં 22મી જુલાઈના રોજ ગુજરાત સરકારે સિટીઝન પોર્ટલ ઉપર મોબાઈલ ચોરી અંગે એફઆરઆઇ દાખલ કરવાની એપ ચાલુ કરી હતી. જેમાં રવિભાઈએ ઓનલાઇન ઇ અરજી કરી હતી. જેમાં પોલીસે રવિભાઈ પારખાન ભાઈની ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભીડમાંથી મોબાઈલ ચોરી ગયો ગઠીયો
વિસનગર શહેરના બજરંગ ચોકમાં ગત તારીખ 21 મેના રોજ રાત્રિના નવ કલાકે બહુચર સોડા શોપ આગળ ભીડ જમા થઈ હતી જ્યાં આ ભીડમાં યુવક જોવા જતા તેના ખિસ્સામાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી લઈ જતા યુવક દ્વારા તારીખ 22 મી જુલાઈના રોજ ગુજરાત સરકાર દ્વારા સિટીઝન પોર્ટલ ઉપર મોબાઈલ ચોરી અંગે એફઆરઆઇ દાખલ કરવાની એપ ચાલુ કરી હતી. જેની યુવક દ્વારા 25 મી જુલાઈએ ઓનલાઈન અરજી કરી હતી. જે યુવક પટેલ નિકુલકુમાર ગણેશભાઈના ખિસ્સામાંથી અજાણ્યા ચોરી દ્વારા મોબાઈલની ચોરી કરતા યુવકની ફરિયાદ લઈ પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.