વિસનગર તાલુકાના કાંસા ગામે ઘરના પ્રથમ માળે મૂકેલા લાકડા લેવા ગયેલા આધેડ નીચે નાખતી વખતે અગાસીનો કઠોડો અચાનક તૂટી જવાથી આધેડ નીચે પટકાયા હતા. તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થતાં ડોકટરે પોલીસેને જાણ કરતા મૃતકની લાશનું ઇન્કવેસ્ટ ભરી પી.એમ કરાવી મૃતકના પુત્રના નિવેદનના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
તાલુકાના કાંસા ગામના શેઠિયાનો માંઢમા રહેતા પટેલ કેશવલાલ દ્વારકાદાસ તેમના ઘરના પ્રથમ માળ પર લાકડા લેવા ગયા હતા. જે લાકડા નીચે નાખતી વખતે કઠોડો તૂટી જતાં કેશવલાલ નીચે પટકાતા ભોંયતળિયે પ્લાસ્ટર પર પડતાં તેમને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન પટેલ કેશવલાલ દ્વારકાદાસનું મોત નીપજ્યું હતું. જે આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસે મૃતકના પુત્ર પટેલ ભાવેશનું નિવેદન લઈ અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.