વિસનગરમાં મુસ્લિમ બિરાદર માટે પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ રોઝા ઉપવાસ કરતા લોકોને તકલીફ ના પડે તે માટે પાણીની વ્યવસ્થા કરવા માટે વોર્ડ નંબર-2ના કોર્પોરેટર દ્વારા વોટર વર્કસ ચેરમેન સાથે બેઠક કરવામાં આવી હતી. પાણીની તકલીફ ના પડે તે રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં ચીફ ઓફિસર અને પ્રમુખે ખાતરી આપી હતી કે પાણીની તકલીફ પડશે નહીં.
મુસ્લિમ સમાજ માટે રમઝાન માસ એ પવિત્ર માનવામાં આવે છે. જેમાં આ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો ઉપવાસ કરે છે. જેથી આ ઉપવાસ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં પાણીની તંગી ન સર્જાય અને પાણીની તકલીફ ન પડે તે માટે વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મુસ્તાક બહેલીમ, બિલ્કિશબેન મનસુરી દ્વારા વોટર વર્કસના ચેરમેન જગદીશ પટેલ તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ દ્વારા પવિત્ર તહેવાર દરમિયાન કોઈને પાણીની તકલીફ પડશે નહીં અને જરૂર પડશે તો સમયમાં ફેરફાર કરીશું તેવી ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.