વિસનગર તાલુકા પોલીસે બાતમીને આધારે દેણપ-કાજીઅલીયાસણા રોડ ઉપર વોચ ગોઠવી આઇ-20 ગાડીમાંથી વિદેશી દારૂની 308 બોટલ અને 264 બિયરના ટીન સાથે અેક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી 1,79,040નો દારૂ, ગાડી અને મોબાઇલ મળી 4.83 લાખનો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકા પોલીસને ઊંઝા તાલુકાના કહોડાથી વિસનગર તરફ સફેદ કલરની આઇ-20 ગાડી વિદેશી દારૂ ભરીને આવી રહી હોવાની બાતમી મળી હતી જેના આધારે પી.આઇ. બી.એલ.મહેરિયા સહિતના સ્ટાફે તાલુકાના કાજીઅલીયાસણા-દેણપ રોડ નાકાબંધી કરી હતી જ્યાં સામેથી આવી રહેલ આઇ-20 ગાડી નં. જી.જે.01.આર.કે.6182ને કોર્ડન કરી ઉભી રાખી હતી જેમાં બેઠેલ ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ દાનાણી લાલસિંગ મોહનસિંગ રહે.
પાલનપુર હોવાનું જણાવ્યું હતું જ્યાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની 308 બોટલ વિદેશી દારૂ તેમજ 264 બિયરના ટીન મળી આવ્યા હતા જે બાબતે ચાલકની પૂછપરછ કરતાં આ માલ રાજસ્થાનના સાચોરના એક ઢાબા ઉપરથી ભજનલાલ બિશ્નોઇઅ પૈસાની લાલચ આપી મારી ગાડીમાં દારૂ ભરી આપ્યો હોવાનુ અને વિસનગર પહોચી મને તેના મોબાઇલ ઉપર ફોન કરવાનું જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી 1,79,040નો વિદેશી દારૂ અને બિયર, આઇ-20 ગાડી અને અેક મોબાઇલ મળી 4,83,040નો મુદ્દામાલ કબજે લઇ આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.