વિસનગર પોલીસનો દરોડો:વડુથી બામોસણા રોડ પર ખુલ્લા ખરાબામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના વડુથી બામોસણા રોડ પર ખુલ્લા ખરાબામાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે રેડ કરી જુગાર સાહિત્ય સાથે ઇસમને ઝડપી લીધો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વડુ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડુથી બામોસણા જતા રોડની બાજુમાં આવેલ ખુલ્લા ખરાબામા ઠાકોર વાસ્તુજી કાંતિજીએ પોતાના આર્થિક ફાયદા સારું વરલી મટકાનો જુગાર રમાડે છે. તે આધારે પોલીસે ત્યાં જઈ રેડ કરતા પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. જેમાં પોલીસે તે ઇસમને નામ પૂછતા તે ઠાકોર વસ્તાજી કાંતીજી રહે. વડુ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી જુગાર સાહિત્ય સહિત કબજે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...