વિસનગર તાલુકાના હસનપુર ગામનો યુવક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગામની સીમમાં લઇ જઇ ખેતરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
વિસનગર શહેર નજીક ગામમાં રહેતી સગીરા ગત શુક્રવારના રોજ મોટા બાપાના ઘરે જઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. જે મોડી સાંજ સુધી પરત ન ફરતાં તેણીના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન તેમની દીકરીને હસનપુર ગામના મોટા ઠાકોરવાસમાં રહેતો ઠાકોર મિતેષજી ભરતજી નામનો શખ્સ લલચાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમની શોધખોળ દરમિયાન સગીરા ઇડરથી મળી આવી હતી.
સગીરાની પૂછપરછ કરતાં તેણીનું અપહરણ કરી ગામની સીમમાં ખેતરમાં દુષ્કર્મ ગુજારી ઇડર લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. આથી સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં મિતેષજી ઠાકોર વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો મુજબ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.