તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિસનગર ચોકસી બજારની જ્વેલર્સમાં ચોરી કરનાર એક રીઢો ચોર ઝડપાયો

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આનમહમંદ ફકીર અગાઉ ઘણી ચોરીઓમાં ઝડપાયેલો છે

વિસનગરના ચોક્સી બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દઈ નંબર વગરની રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને તમામ મુદ્દામાલ રિકવર કરાયો છે.

તંબોળી શેરીમાં રહેતા નરેન્દ્રભાઇ જયંતિલાલ જડિયાની ચોક્સી બજારમાં આવેલી ચોક્સી જ્યંતિલાલ અમરતલાલ જડિયા નામની સોના-ચાંદીની દુકાનમાં શુક્રવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તાળુ તોડી દુકાનમાં રહેલ ચાંદીની કાંબી, ચાંદીના કડલા, ચાંદીનું કડુ, ચાંદીના ગોરવા, ચાંદીના માથડી, ચાંદીનું મંગલસુત્ર સહિત 90 હજારની કિંમતના 11 ચાંદીના દાગીના ધર્માદા માટે મુકેલ ડબ્બામાં રહેલ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જે અંગે વિસનગર શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે જેમાં પોલીસે સીસીટીવી કેમેરાની તેમજ અંગત બાતમીદારોની મદદને આધારે સુંશી રોડ પર વોચ ગોઠવી હતી અને સામેથી આવી રહેલ નંબર વગરની રીક્ષાના ચાલકને રોકી તપાસ કરતા ચોરી થયેલા દાગીના મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેનું નામ ફકીર ફકીર આનમહંમદ હોવાનું જણાતાં ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો