ક્રાઇમ:વિસનગરના છોગાળા ગામમાં રમી રહેલી બાળકીનું અપહરણ કરાયું

વિસનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના મહાવીરનગર વિસ્તારના બે શખ્સો સામે ગુનો નોંધાયો
  • કારમા​​​​​​​ આવેલા શખ્સો અપહરણ કરી જતાં ફરિયાદ

વિસનગર તાલુકાના છોગાળા ગામમાં બાળકો સાથે રમી રહેલી 10 વર્ષીય બાળકીનું સ્વીફ્ટ ગાડી લઈને આવેલ શખ્સો દ્વારા અપહરણ કરી લઈ જતાં આ બનાવ અંગે હિંમતનગરના બે શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

વિસનગર તાલુકાના છોગાળા ગામમાં રહેતા જગદીશભાઈ અમૃતભાઈ દેસાઈની 10 વર્ષીય ભત્રીજી નવ્યા બાળકો સાથે ગામમાં રમી રહી હતી તે દરમિયાન સ્વીફ્ટ ગાડી લઈને આવેલા બે શખ્સોએ નવ્યાને ગાડીમાં બેસાડી દઇ ગાડી ભગાવી મુકી હતી આ અંગેની જાણ જગદીશભાઈ ને થતા તેમના પરિવારજનોએ ગાડીનો પીછો કર્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસે પણ ગાડી ને પકડવા નાકાબંધી કરી હતી પરંતુ નવ્યા ને ગાડીમાં બેસાડી આ શખ્સો ફરાર થઈ ગયા હતા.

જગદીશભાઈને તેમની ભત્રીજીનું અપહરણ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા રબારી ગોવિંદભાઈ બાબરભાઈ અને રબારી કિરણભાઈ બાબરભાઈ કરી ગયા હોવાની જાણ થતાં તેમણે આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...