તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે મોત:કમાણા ગામમાંથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવી

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટનો ભાગ અને જમણો હાથ પશુએ કરડી ખાધો
  • બાળકીને ત્યજનાર અજાણ્યા માતા-પિતા સામે ગુનો

વિસનગર તાલુકાના કમાણા ગામના રોડ પરથી મંગળવારે તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બાળકીને શરીરના કેટલાક અંગોને પશુએ કરડી ખાધાં હતાં. પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

કમાણા ગામના મોટામાઢ પાસે રખડતું જાનવર તાજું જન્મેલું બાળક ખેંચી લાવ્યું હોવાની જાણ થતાં ગામલોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. અહીં નજીકમાં મકાન ધરાવતા જયદીપભાઇ નરોત્તમભાઇ પટેલે આ અંગે પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી.આર. રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતાં બાળકીના પેટનો ભાગ અને જમણો હાથ પશુએ કરડી ખાધેલો હતો. મૃત બાળકીને વિસનગર સિવિલમાં લાવી તેને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...