જીવદયાપ્રેમીઓમાં આક્રોશ:ગુંજાળાની સીમમાં ગાયને 10 દિવસ ક્રૂરતાપૂર્વક બાંધી મારી નાખી , આખલા ના 3 પગ કાપી નાખ્યા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર પંથકની ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં આક્રોશ, 2 સામેફરિયાદ નોંધાઇ
  • ખેતરમાં ભજવાડ કરતાં ગામના જ બે શખ્સોએ પશુઓ ઉપર ક્રૂરતા આચરી

વિસન ગરના ગુંજાળાની સીમમાં ખેતરના શેઢા ઉપર બે શખ્સોએ ગાયને ક્રૂરતાપૂર્વક 10 દિવસ બાંધી રાખી મોત નીપજ વતાં તેમજ રખડતા નંદી ઉપર ધારિયા વડે હુમલો કરી ત્રણ પગ કાપી નાંખતાં ગામમાં હોબાળો મચી ગયો હતો અને જીવદયાપ્ રેમીઓમાં આ કૃત્ય કરનારા શખ્સો સામે રોષ ફાટી નીકળ્યો હતો. બનાવને લઇ હરકતમાં આવેલી પોલીસે ગામના બે શખ્સો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલ આરોપીની પૂછપ છમાં રખડતાં ઢોર પાકને નુકસાન કરતા હોવાથી આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું, જોકે, વધુ તપાસ ચાલુ છે.

ગુંજાળા ગામના જીનીત અભેર જભાઇ ચૌધરીને તેમના મિત્ર ચૌધરી રાહુલ અંબાર મભાઇએ શનિવારે ફોન કરી ગુંજાળા ગામની સીમમાં એક આખલો પગ કપાયેલી હાલતમાં પડ્યો હોવાનું જણાવતાં જીની તભાઇ અને તેમના મિત્ર જયેશભાઇ એક્ટિવા લઇ ઉદલપુર જવાના કાચા રસ્તે ગંભીર હાલતમાં નંદી પડ્યો હતો તે જગ્યાએ જઇ તપાસ કરતાં ઘાતક હથિયારથી ત્રણ પગ કાપી નાખેલા હોવાનું તેમજ પૂંછડીના ભાગે પણ ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું હતું. આથી ગ્રા જનોએ ભેગા મળી નંદીને સારવાર અર્થે શિવગંગા એનિમલ પાંજરા પોળમાં મોકલી આપ્યો હતો.

આ બાબતે જાણ કરાતાં પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ દરમિયાન, બાજુના ખેતરના શેઢા ઉપરથી ગાય મૃત હાલતમાં મળી આવી હતી. ગામલ કોની તપાસ દરમિયાન ગુંજાળા ગામના ઠાકોર અમરસિંહ ગંભીરજી અને ઠાકોર રૂપસંગજી ગાંડાજીએ નંદી ઉપર હુમલો કર્યો હોવાનું તેમજ ગાયને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી હોવાનું માલુમ પડ્યું હતું. આથી જીનીત ચૌધરીએ બંને સામે વિસનગર તાલુકા પોલીસ નોંધાવી હતી.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ઠાકોર રૂપસંગજી ગાંડાજીની ધરપકડ કરી છે. જ્યારે ઠાકોર અમરસિંહ હજુ ફરાર છે. જોકે, આરોપીઓએ આવું કૃત્ય કેમ કર્યું તે અંગે ચોક્કસ માહિતી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...