વિસનગર તાલુકાના છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડતાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. જેમાં વરસાદ ન પડવાથી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઇ આજે ફરીથી વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
વાતાવરણ ઠંડુ થતા સ્થાનિકોમાં આનંદ
વિસનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ થોડા દિવસો પહેલા જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ પાંચ દિવસથી વરસાદ ન પડતાં વાતાવરણમાં ગરમીનો અહેસાસ જોવા મળ્યો હતો. જેમાં આજે ગરમીનો ભારે ઉકળાટ સવારમાં જોવા મળ્યો હતો. આમ ગરમીનો પણ સામનો કરવો પડ્યો હતો. જેથી ભારે ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું. વરસાદના આગમનથી ફરીથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેમાં વરસાદ ધીમી ધારે ચાલુ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.