તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ:વિસનગર દેળિયા તળાવની સફાઇ માટે રૂ.5 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી 6 મહિના સફાઇ અને 6 મહિના તળાવની જાળવણી કરશે

વિસનગર પાલિકા દ્વારા શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દેળિયા તળાવની સફાઇ કામગીરી હાથ ધરાઇ છે. આ માટે રૂ.5 લાખનો 12 માસ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં 6 મહિના સફાઇ અને 6 મહિના તળાવની જાળવણી કરાશે.

ઐતિહાસિક દેળિયા તળાવમાં ભારે ગંદકી સર્જાઇ હોવાથી આજુબાજુના વિસ્તારમાં ધાર્મિક સ્થાનોમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓમાં તળાવની સફાઇ કરવા માંગ ઉઠી હતી. જેના પગલે પાલિકા દ્વારા તળાવની સફાઇ કરવા ટેન્ડરીંગ પ્રક્રિયા કરાઇ હતી. શુક્રવારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ, સ્વચ્છતા કમિટીના ચેરમેન રંજનબેન પરમાર, નગરસેવક ચેતનાબેન તેમજ વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં. 2ના નગરસેવક શામળભાઇ દેસાઇની હાજરીમાં તળાવની સફાઇની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...