સારવાર દરમિયાન મોત:વિસનગરના પાલડી પાસે ગરનાળામાં પટકાતાં બાઇકચાલકનું મોત નીપજ્યું

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉમતાનો યુવક આંગડિયામાં નોકરી કરતો હતો
  • રાત્રે વિસનગરથી ઉમતાં પરત જતાં અકસ્માત

વિસનગર તાલુકાના પાલડી નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ગરનાળામાં પડેલા ઉમતા ગામના બાઇક ચાલકનું મહેસાણા સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

વિસનગર તાલુકાના ઉમતા ગામે શક્તિનગરમાં છેલ્લી લાઇનમાં રહેતો ભાવેશ નવીનભાઇ પટેલ નામનો 34 વર્ષીય યુવક દિલ્હી ખાતે આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો અને ચાર દિવસ અગાઉ તેની પત્ની ગરીમાબેન તેમજ પુત્રને દિલ્હી લઇ જવા માટે વતન ઉમતા આવ્યો હતો.

ભાવેશ પટેલ તેનું બાઇક (જીજે 15જીજી 8869) લઇ રવિવારે સાંજે વિસનગર આવ્યો હતો અને રાત્રે 12 વાગે પરત ઘરે ઉમતા જઇ રહ્યો હતો. તે દરમિયાન પાલડી નજીક સ્ટિયરિંગનો કાબુ ગુમાવતાં ગરનાળામાં પટકાતાં માથાના અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...