ઘર આંગણેથી બાઈક ગાયબ:કાંસા એન.એ વિસ્તારના સિલ્વર ડુપ્લેક્ષ ગોલ્ડન રેસીડેન્સીમાં ઘર આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું

વિસનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર શહેર પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિસનગર પંથકમાં ચોરો સક્રિય બની ગયા છે. જેને લઇ ફરીથી ચોરીની બીજી ઘટના સામે આવી છે. જેમાં વિસનગરના કાંસા.એન એ વિસ્તારમાં આવેલા સિલ્વર ડુપ્લેક્ષમાં ઘર આગળ પાર્ક કરેલા બાઈકને અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની જાણ થતાં યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધ્યો
વિસનગર શહેરના કાંસા એન.એ વિસ્તારમાં સિલ્વર ડુપ્લેક્ષ, ગોલ્ડન રેસીડેન્સીમાં રહેતા અને વડનગર ખાતે કમ્પ્યુટર ક્લાસિસ ચલાવતા સંજય ભાઈ ભીમજીભાઈ પ્રજાપતિને પોતાનું બાઇક બજાજ પલ્સર (જી.જે.02.ડી.એલ.1311) હતું. ગત તારીખ 22/07/2022ના રોજ સંજયભાઈ રાત્રે ક્લાસિસનું કામ પતાવીને ઘરે આવી સુઈ ગયા હતા. જેમનું બાઇક ઘરની આગળ પાર્ક કર્યુ હતું. જે તારીખ 23/07/2022 સવારે ઉઠીને જોતાં બાઇક ઘરની આગળ જોવા મળ્યું ન હતું. આજુબાજુ તપાસ કરતાં પણ મળી ન આવતાં જાણ થઈ હતી કે મોબાઈલ કે બાઇક ચોરી થઈ હોય તો ઈ. એફ.આર.આઇ કરી શકાય છે. જેની સંજય ભાઈએ ઈ.એફ.આઇ.આર નોંધાવી હતી. જે બાઇક કિંમત રૂ. 70 હજાર હોવાનું જણાવ્યું હતું. આમ ઘર આગળ પાર્ક કરેલા બાઇકને કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર થઈ જતાં સંજયભાઇએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...