અકસ્માત:કાંસામાં 5 વર્ષીય બાળકને ટેમ્પોએ ટક્કર મારતાં મોત

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળક મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હતું

વિસનગરના કાંસામાંઉમિયાનગર વિસ્તારમાં બાળકો મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન 5 વર્ષીય બાળકને ટેમ્પોના ચાલકે ટક્કર મારતાંમોત થતાં ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાંસાના ઉમિયાનગરની સામે રહેતા અને છુટક મજુરીકામ કરતા જીતેન્દ્રભાઇ છગનભાઇ વાંસફોડાનો 5 વર્ષીય દિકરો વિરાટ અાજુબાજુમાં રહેતા બીજા બાળકો સાથે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો જ્યાંથી દર્શન કરી બીજા બાળકો પરત અાવ્યા હતા

જ્યારે વિરાટ પાછળ રહી ગયો હતો જે પરત ઘરે અાવી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પો નં. જી.જે.09.ટી.7444ના ચાલકે વિરાટને ટક્કર મારતાં દીકરાને ગંભીર ઇજા પામેલ હાલતમાં જોતાં સારવાર અર્થે વિસનગરની સિવીલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જીતેન્દ્રભાઇની ફરિયાદને અાધારે મૃતક વિરાટનું સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી અા અંગે ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...