થાઇરોઇડની ગાંઠનું સફળ ઓપરેશન:વિસનગરમાં 25 વર્ષીય યુવાનના ગળામાંથી ચાર કિલોની ગાંઠ કઢાઈ; યુવકની સ્વરપેટી બચાવી ડોક્ટરે નવું જીવન આપ્યું

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય નવ યુવાન છેલ્લા ઘણા સમયથી ગળામાં ચાર કિલોની ગાંઠથી પીડાતો હતો. જેની તપાસ કરતા ગાંઠ જટિલ હોવાથી ઓપરેશન કરી ગાંઠ કાઢવી પડશે તેવું જણાવતા દર્દીને બીક લાગતી હતી. જેથી યુવાનનું સંજીવની હોસ્પિટલમાં 10 કલાક સુધી ઓપરેશન કરી ચાર કિલોની થાઈરોઈડની ગાંઠને કાઢી યુવાનને નવજીવન બક્ષ્યું હતું. જેથી પરિવારે પણ સંજીવની હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા નાગજી ઠાકોરને ગળામાં થાઈરોઈડની ગાંઠ થઈ હતી. જેમાં વિસનગરની સંજીવની હોસ્પિટલમાં જતા ડૉ. અરુણ રાજપૂતે દર્દીને ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જેથી દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. અરુણ રાજપૂત દ્વારા 10 કલાકની ભારે જહેમત બાદ ચાર કિલોની ગાંઠનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી યુવાનને નવજીવન બક્ષ્યું હતું. જેમાં ગળામાં રહેલી ચાર કિલોની ગાંઠને કાઢીને યુવકની સ્વરપેટીને બચાવી લેવામાં આવી હતી. યુવકના ગળામાંથી ગાંઠ કાઢી લેતા હવે યુવક ભયમુક્ત બન્યો છે.

આ અંગે યુવક નાગજી ઠાકોરે જણાવ્યું હતું કે, લગભગ મારે ત્રણ ચાર વર્ષથી થાઈરોઈડની ગાંઠ હતી. બીજા બે-ત્રણ હોસ્પિટલે બતાવ્યું હતું, પરંતુ કોઈ ગેરંટી લેતા ન હતા. કઈ ને કઈ તકલીફ તો થશે તેવું જણાવવામાં આવતું, પરંતુ ડોકટર અરુણ ભાઈએ કહ્યું કે, હું સફળતા પૂર્વક ઓપરેશન પૂરું પાડી આપીશ. અત્યારે કાઈ તકલીફ નથી.

દર્દીના ભાઈ ઠાકોર ગોવિંદે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લગભગ ચાર વર્ષથી પીડિત હતો. અમે અમદાવાદ, મહેસાણા અમુક ડોકટરોની સલાહ પણ લીધી હતી. એમને કહ્યું કે, સ્વરપેટી કે બીજી કઈ બાયધરી ધરતા ન હતા. જેથી અરુણ ભાઈ રાજપૂતને મળતા એમને કહ્યું કે, હું 100 ટકા રીઝલ્ટ સાથે કરી આપીશ. એમને સફળતા પૂર્વક ઓપરેશન કરી આપ્યું જેથી એમનો ખૂબ ખૂબ આભાર.

સફળતા પૂર્વક ઓપરેશન પૂરું પાડવા અંગે ડોકટર અરુણ રાજપૂત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, થાઈરોઈડની ગાંઠના દર્દી તો આમ ઘણા બધા હોય છે, પરંતુ આટલી મોટી થાઈરોઈડની ગાંઠ કદાચ પહેલીવાર જોઈ હશે. એ ઓપરેશન બહુ જ જોખમી હતું કારણ કે તેની ઉમર નાની હતી અને ગાંઠ બહુ મોટી હતી. ઓપરેશન કરવામાં યુવાનનો અવાજ તદ્દન રહે તેવી પણ તકલીફ હતી. તેથી તે દર્દી ઘણી બધી જગ્યાએ ફર્યા હતા, પરંતુ કોઈ ઓપરેશન કરવા માટે તૈયાર ન હતું. 10 કલાકનું ઓપરેશન કર્યું. યુવાન એકદમ સારો થઈ ગયો અને અત્યારે તો ઘરે છે.

અન્ય સમાચારો પણ છે...