વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણી:વિસનગર માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 97% મતદાન, આજે મત ગણતરી

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ઋષિકેશ પટેલની પેનલ સામે આમઆદમી પાર્ટીની કિસાન પેનલ મેદાને

વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણીમાં સોમવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 97 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. 846 પૈકી 820 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, મંગળવારે સવારે 9 વાગે માર્કેટયાર્ડ ખાતે મત ગણતરી હાથ ધરાશે.

વિસનગર માર્કેટયાર્ડના ખેડૂત વિભાગની 10, ખરીદ-વેચાણ મંડળીના 2 અને વેપારી વિભાગના 4 મળી 16 સભ્યોની ચૂંટણીમાં વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ મંડળી વિભાગ બિનહરીફ થયો હતો. જ્યારે ખેડૂત વિભાગમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની પેનલ સામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન પેનલના નામે ઉમેદવારો ઉભા રાખતાં 21 ઉમેદવારો મેદાનમાં હોઇ સોમવારે ચૂંટણી અધિકારી નિમેશ પટેલની અધ્યક્ષતામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. જેમાં 846 પૈકી 820 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 96.92 ટકા મતદાન થયું હતું. જેમાં બુથ-1માં 385માંથી 382એ, બુથ-2માં 390માંથી 371એ અને બુથ-3માં 71માંથી 67 સભ્યોએ મતદાન કર્યું હતું.

મતદાન દરમિયાન આમ આદમી પાર્ટીની ચિઠ્ઠી આપી મતદાન કરાવતા હોવાના આક્ષેપ સાથે કરાયેલી રજૂઆત સિવાય શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું. ખેડૂત વિભાગની મતદાર યાદીમાં વાલમ જૂથ સેવા મંડળી, વિસનગર જૂથ વિવિધ કાર્યકારી મંડળી, વાલમ ખેડૂત મંડળી અને દઢિયાળ સેવા સહકારી મંડળી સામે વાંધા અરજીઓ થતાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જેમાં કોર્ટે 4 મંડળીઓનું અલગથી મતદાન કરવા હુકમ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ 4 મંડળીના 71 મતદારોનું મતદાન અલગ બુથ બનાવી કરાયું હતું, 67 મત પડ્યા હતા

મતદાનમાં લેખિત સાહિત્ય રાખવા મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો
માર્કેટયાર્ડની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને ભાજપ પેનલ દ્વારા અનુક્રમ નંબર સાથેની ચિઠ્ઠી આપી મતદાન કરવા મોકલતા હોવાનો આક્ષેપ કરાયો હતો. મતદારો મતદાન દરમિયાન લેખિત સાહિત્ય રાખી ન શકતા હોઇ તે અંગે રજૂઆત કરાઇ હતી. આ અંગે જિલ્લા રજીસ્ટ્રારે જણાવ્યું કે, મતદાનની અનુકૂળતા માટે ચૂંટણી લડતી પેનલ આવી સ્લીપો છપાવતી હોવાનું જણાવી મતદાર પાસેથી સ્લીપ લઇ લેવાઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...