ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થતા ફરી એકવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર બનવા જઈ રહી છે, ત્યારે સચિવાલયના હેલિપેડ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ વિસનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ શપથ સમારોહમાં ભાગ લેવા માટે રવાના થયા છે. જેમાં વિસનગરની 8 લક્ઝરી બસ સચિવાલય હેલિપેડ ખાતે જવા માટે રવાના થઈ છે. જેમાં મોટી સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.
કાર્યકરો હેલિપેડ ખાતે જવા રવાના થયા
વિસનગર વિધાનસભા બેઠક પર ઋષિકેશ પટેલની જીત થઈ છે. જેમાં ઋષિકેશ પટેલને મંત્રી પદ મળવાની ખુશીમાં વિસનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 8 લક્ઝરી બસ સાથે વિસનગર ધારાસભ્ય કાર્યલાયથી ગાંધીનગર સચિવાલય હેલિપેડ ખાતે જવા માટે રવાના થયા છે. જેમાં ઋષિકેશ પટેલને ટેલીફોનીક જાણ કરાતા વિસનગર ના ધારાસભ્યને ફરીથી મંત્રી પદ મળવાની ખુશીમાં કાર્યકરો મોટી સંખ્યામાં હેલિપેડ ખાતે જવા માટે રવાના થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.