બંધ બારણે દારૂની મહેફીલ:વિસનગરમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના મકાનમાં દારૂની મહેફીલ માણતા 8 ઈસમો ઝડપાયા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના એક મકાનમાં દારૂની મહેફિલ માણતા 8 ઇસમોને શહેર પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા. પોલીસે કુલ રૂ. 33,920 નો મુદ્દામાલ કબજે લઇ તમામ ઈસમો સામે ગુનો નોંધ્યો હતો.

વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પી.આઇ. એસ.એસ.નિનામાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગણપતિ મહોત્સવ સંદર્ભે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહેસાણા ચોકડી આવતા બાતમી મળી હતી કે પટેલ પંકજભાઈ કાન્તિલાલ મકાન નંબર 2, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, પોતાના મિત્રોને બોલાવી પોતાના મકાનમાં તેઓની સાથે દારુની મહેફીલ માણી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર જઈ રેડ કરતા દારૂની મહેફિલ માણતા 8 ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે દારૂની બોટલો સહિત કુલ રૂ. 33,920 નો મુદ્દામાલ કબજે લઇ તમામ ઇસમોને ઝડપી લઇ તેમની વિરૂદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલ ઈસમો

1 - પંકજકુમાર કાંતિલાલ પટેલ

2 - સ્નેહલભાઈ જયંતીભાઈ પટેલ

3 - રાહુલ રામપ્રસાદ શર્મા

4 - મૌલિકભાઈ જીતેન્દ્રભાઈ પટેલ

5 - નયનકુમાર નવીનચંદ્ર પટેલ

6 - કેતનભાઈ સુમનચંદ્ર બ્રહ્મભટ્ટ

7 - કલ્પેશભાઈ હરવદનભાઈ વ્યાસ

8 - કાન્તિલાલ મુલચંદદાસ પટેલ

અન્ય સમાચારો પણ છે...