અંતે ન બચી જિયા:વિસનગરમાં સ્કૂલેથી ઘરે જતી કિશોરીએ સાઇકલ પરથી કાબૂ ગુમાવ્યો ને ખુલ્લી ગટરમાં ખાબકી, પાલિકાની બેદરકારીથી લોકોમાં રોષ

વિસનગર6 દિવસ પહેલા
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા
  • ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેન, 108 અને ફાયર વિભાગ કામે લાગ્યો હતો

વિસનગરમાં શુકન હોટલ આગળ એક 14 વર્ષની કિશોરી ગટરની લાઈનમાં ફસાઈ હતી. જેને કાઢવા માટે તંત્ર દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી. જો કે બે કલાકની ભારે જહેમત બાદ કિશોરી મળી આવી હતી. તેની હાલત ભારે ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાદના પાણીના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા રસ્તા નજીક એક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેથી વિસનગર પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકો અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢી
સ્થાનિકો અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢી

સાયકલ પરથી કાબુ ગુમાવ્યો અને ખુલ્લી ગટરમાં ખાબકી
પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજના સમયે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ધોરણ 8માં ભણતી 14 વર્ષની બાળકી સાયકલ લઈને નીકળી હતી. વરસાદના પાણી પ્રવાહના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો અને તે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. અંદાજે બે કલાક સુધી બાળકી જીવ બચાવવા બુમાબુમ કરતી હતી. સ્થાનિકોને પણ જાણ થતા હજારોની સંખ્યામાં ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ ત્રણ જેસીબીની મદદથી અલગ-અલગ જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. ઘટના સ્થળે સ્થાનિકો અને ફાયરની ટીમની ભારે જહેમત બાદ અંતે બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જો કે બાળકી બહાર નીકળી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી.

બાળકી શાળાએથી પરત જઈ રહી હતી
બાળકી શાળાએથી પરત જઈ રહી હતી

અંતે બાળકી મોત સામે હારી ગઈ
સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન કરીને જાણ કરી. 108 આવી જતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ. ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહી હતી. જો કે અંતે બાળકી મોત સામે હારી ગઈ હતી. બીજીતરફ સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બાળકીનું નામ જિયા નાયી છે અને તે શાળાએથી પરત ઘરે જઈ રહી હતી.

સાયકલ પરથી કાબૂ ગુમાવતાં ખુલ્લી ગટરમાં ખાબકી હતી
સાયકલ પરથી કાબૂ ગુમાવતાં ખુલ્લી ગટરમાં ખાબકી હતી

સુરેન્દ્રનગરમાં પણ બાળકી બોરમાં ફસાઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ભારે જહેમત બાદ આ બાળકીને બચાવી લેવામાં આવી હતી.

પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ
પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ
અન્ય સમાચારો પણ છે...