એલસીબી પોલીસની રેડ:ભાન્ડુપરા પાટિયાથી જેતલવાસણા જતા રોડ પર વેર હાઉસમાથી 667 બોરી ખાતર ઝડપાયું, કુલ રૂ.11,95,755નો મુદ્દામાલ કબજે

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલ ત્રણ શખ્સો સહીત 6 લોકો સામે ફરિયાદ નોધાઇ
  • વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિસનગર તાલુકાના ભાન્ડુપરા પાટિયાથી જેતલવાસણા જવાના રોડ પર આવેલ મુકેશ વેરહાઉસમાંથી અન અધિકૃત રીતે સંગ્રહ કરેલ યુરિયા ખાતરનો જથ્થો મહેસાણા એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે વેર હાઉસમાંથી 667 થેલી તેમજ કુલ રૂ. 11,95,755 નો મુદ્દામાલ કબજે લઇ ટ્રક ચાલક સહિત ત્રણની ધરપકડ કરી વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુરિયા ખાતરની 667 થેલી મળી આવી
મહેસાણા એલસીબી સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ભાન્ડુપરા પાટિયાથી જેતલવાસણા જવાના રોડ પર મુકેશ વેર હાઉસમાં ગોડાઉન 1 માં જઈ તપાસ કરતા જેમાંથી ટાટા ટ્રક નંબર જી.જે.08.એયુ. 5880 માં યુરિયા ખાતરની નીમ કોટેડ બેગ 155 મળી આવી હતી. ટ્રકના પાછળના ભાગે મજૂરો દ્વારા ઉતારેલ નીમ કોટેડ યુરિયા ખાતરની બેગ 512 મળી કુલ યુરિયા ખાતરની 667 થેલી કિંમત રૂ. 1,77,755 નો જથ્થો મળી આવ્યો હતો.

જેમાંથી ટ્રક ડ્રાઈવર વાલારામ રૂપાર માજી જાટ રહે. ગીડા, તા. સેડવા, જી. બાડમેર તથા ટ્રક ક્લીનર બાબુરામ નરસિંગારામ મોનારામ જાટ રહે. ધનાઉ, તા. સેડવા, જી. બાડમેર તેમજ યુરિયા ખાતરનો જથ્થો મંગાવનાર ઠાકોર પોપટજી હેમરાજજી રહે. ગોકળપુરા (તરભ) , વિસનગર વાળો મળી આવ્યો હતો. આ બાબતે ટ્રક ડ્રાઈવર ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ જથ્થો ઇફ્કો કલોલ થી ભરી બામનોર જી. રાજસ્થાન ખાતે લઇ જતા હતા. જેમાંથી ટ્રક માલિક રાણારામ રૂપારામ જાટ રહે. દામા રામપૂરા, તા. ડીસા, મૂળ રહે. ગીડા, તા. સેડવા, ફોન કરી ટ્રક માં ભરાવેલ હતો અને ટ્રક માં ભરેલ તમામ યુરિયા ખાતર ની થેલીઓ ઠાકોર પોપટજી હેમરાજજી જણાવે તે જગ્યાએ ખાલી કરવા જણાવ્યું હતું. પોલીસે ગોડાઉન માંથી 667 થેલી ખાતર, મોબાઈલ ફોન નંગ 3 તેમજ ટ્રક સહિત કુલ રૂ. 11,95,755 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ જથ્થો ઇફ્કો કલોલ પ્લાન્ટ ખાતેથી મેળવી રાજસ્થાન બામનોર ગ્રુપ સેવા સહકારી મંડળી જી. બાડમેર ખાતે લઇ જવાનો હતો. પરંતુ આ જથ્થો ટ્રક માલિક રાણારામ રૂપારામ જાટના કહેવાથી ઠાકોર પોપટજી હેમરાજજી વેચાણ આપ્યો હતો. જેમાં પોપટજી હેમરાજજીએ જણાવ્યું હતું કે, રાણારામ રૂપરામ સાથે ટેલીફોનીક વાત કરી ખરીદ કરી જે જથ્થો ભાડે રાખેલ ગોડાઉન માં સગ્રંહ કર્યો હતો. આ જથ્થો કમલેશભાઈ દેવચંદભાઈ પટેલ રહે.વસ્ત્રાલ, અમદાવાદ તથા મિતુલભાઈ રાજુભાઈ મોદી રહે. ઘોડાસર અમદાવાદ વેચાણ કરવા સંગ્રહ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આમ ઇફ્કો કંપની સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કરવા એકબીજા ની મદદ કરવા માટે ત્રણ શખ્સો ની ધરપકડ કરી તમામ વિરૂદ્ધ ઈ.પી.કો કલમ 407,114 તથા રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 ની કલમ 25(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...