પત્તાપ્રેમીઓ રંગે હાથ ઝડપાયા:વિસનગરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા, પોલીસે 34,460નો મુદ્દામાલ કબજે કર્યો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે દીપરા દરવાજા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે જુગાર સાહિત્ય કુલ 34460 નો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. ત્યારે વિસનગર શહેરના દીપરા દરવાજા વિસ્તારના વાલ્મીકિ વાસ નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં જાહેરમાં શંકરભાઈ ચેલાભાઈ મકવાણા નામનો શખ્સ સ્ટ્રીટ લાઈટના અજવાળે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે રેડ કરી જુગાર રમતા શંકર ચેલા મકવાણા, પ્રિયદત્ત માધુ કાપડિયા, વાલ્મીકિ પ્રકાશ ચતુર, જીગર શંકર મકવાણા અને ભરત વિઠ્ઠલ મકવાણા સ્ટ્રીટ લાઈટના અજવાળેથી રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગાર સ્થળેથી જુગાર સાહિત્ય સાથે 11,640 રોકડ, બે મોબાઇલ અને એક એક્ટિવા મળી 34,460 નો મુદ્દામાલ કબજે લઇ આ બનાવ અંગે ઝડપાયેલ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...