તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિસનગર તા.ખ.વે.સંઘના રેકર્ડ કબજે લેવા મુદ્દે 5 અધિકારીને રૂ.1 લાખનો દંડ

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રજીસ્ટ્રાર,મામલમતદાર,પી.આઇ,જિ.રજીસ્ટ્રાર ક્લાર્ક, સ્પે.ઓડીટર સહિતને દંડ
  • ગત ફેબ્રુઆરીમાં સંયુક્ત સચિવમાં કરેલી અરજીને સચિવે ફગાવતાં મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો

વિસનગર તાલુકાના ખરીદ-વેચાણ સંઘનું રેકર્ડ જપ્ત કરવા મુદ્દે હાઇકોર્ટમાં કરાયેલ રીટમાં કોર્ટે કોરોનાની મહામારી સમયે અધિકારીઓએ આપખુદશાહીથી હૂકમનો અમલ કરી રેકર્ડ કબજે કર્યાનુ અવલોકન કરી જિલ્લા રજીસ્ટ્રાર, મામલતદાર અને શહેર પી.આઇ સહિત પાંચને રૂ.1 લાખનો દંડ કર્યો છે. વિસનગર તા.ખ.વે.સંઘમાં વર્ષ 2015થી 2019માં થયેલા ઓડિટનું રી-ઓડિટ કરવા થયેલી રજૂઆતમાં નાણાકીય અને વહીવટી અનિયમિતતાની ઉંડી ચકાસણી માટે સહકારી કાયદાની કલમ-84(5) હેઠળની જોગવાઇ મુજબ ગત પ્રમાણિત ઓડિટર કે.ડી.તુરીએ ગત ફેબ્રુઆરીમાં સંઘની મુલાકાત લીધી હતી.

જેમાં સંસ્થાના પ્રમુખે સંયુક્ત સચિવમાં રિવીજન અરજી દાખલ કરી હોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી રી-ઓડિટ મુલતવી રાખવા જણાવ્યું હતું. જે અરજી સંયુક્ત સચિવે ફગાવતાં મામલો હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમમાં અરજી નામંજૂર થતાં જિ.રજીસ્ટ્રાર પી.એસ. ઉપાધ્યાય દ્વારા સંઘના રી-ઓડિટ માટે ઓડિટર દ્વારા માગવામાં આવેલ રેકર્ડ અને દફતર હોદ્દેદારો પાસેથી જપ્ત કરી કબજો હૂકમ કરતાં તિજોરી તોડી રેકર્ડ કબજે લેવાયું હતું જે મુદ્દે તાલુકા સંઘે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં સંઘ તરફના એડવોકેટ પી.કે.જાનીએ 22|05|2020ના રોજ રજીસ્ટ્રારે ચોપડા કબજે લેવાનો હૂકમ કર્યો હતો.

હૂકમ પાછો ખેંચવા વિનંતી કરાવા છતાં સંઘની ઓફિસ ગયા હતા.જેમાં ચેરમેન અને મેનેજર હાજર ન હોવા છતાં રેકોર્ડ કબજે લેવાયું હોવાની દલીલો કરી હતી.જેમાં કોર્ટે રી-ઓડિટ વિષય એટલો ગંભીર ન હોવા છતાં હૂકમનો આપખુદ શાહીથી અમલ કરી બજવણી કરી રેકોર્ડ કબજે લેવાતાં કર્મીઓ મળી પાંચને રૂ.1 લાખના દંડનો હૂકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...