સેરેમનીનુ આયોજન:સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ચોથી વ્હાઈટ કોટ સેરેમનીનુ આયોજન કરાયું; 100થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર શૈક્ષણિક વર્ષ 2022-23 માટે 4થી MBBS બેચના વ્હાઈટ કોટ સેરેમની (ઇન્ડક્શન સેરેમની)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 100થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી.

સ્થિત રહ્યાં હતા. બંને મહેમાનોએ વિદ્યાર્થીઓને જરૂરી વક્તવ્ય આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસને લગતી માહિતી પણ આપવામાં આવી હતી. પ્રકાશ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખે તમામ નવા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ફેકલ્ટીઓ અંગે ખાતરી આપી હતી તેમજ વિદ્યાર્થીઓ ઊંચા શિખર સર કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહ, ડીન ડૉ.હિમાંશુ જોષી, નિયામક ડૉ.ભરત શાહ, આદરણીય રજિસ્ટ્રાર પી.કે.પાંડે અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પંકજ નિમ્બાલકર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...