તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોબળ:વિસનગર શહેરના 45 વર્ષીય યુવાને 35 દિવસ વેન્ટીલેટર પર રહી 54 દિવસે કોરોનાને હરાવ્યો

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન લેવલ 80 થી નીચે થઇ જતાં નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં ગત 12 એપ્રિલના રોજ ગંભીર અવસ્થામાં દાખલ થયેલ યુવાનને 54 દિવસ સુધી તબીબોએ સારવાર આપ્યા બાદ સ્વસ્થ થઇ ઘરે પરત આવતાં તેના પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. યુવકને 35 દિવસ સુધી વેન્ટીલેટર અને બાયપેેપ ઉપર રાખવામાં આવ્યો હતો અને આટલી લાંબી સારવાર બાદ કોરોને મ્હાત આપ્યો હોય તેવો ઉત્તર ગુજરાતનો પ્રથમ કેસ હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.

વિસનગર શહેરમાં રહેતા અમિત પટેલ નામના 45 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ અોક્સિજન લેવલ 80 થી નીચે થઇ થઇ જતાં ગત 12 એપ્રિલના રોજ સાંકળચંદ યુનિવર્સિટીમાં અાવેલ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ગંભીર અવસ્થામાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં અાવી હતી જ્યાં યુવકની હાલત ગંભીર હોવાથી તેને 35 દિવસ સુધી વેન્ટીલેટર અને બાયપેપ મશીન ઉપર રાખવામાં આવ્યો હતો. જ્યાં લાંબા સમયથી સારવાર બાદ શુક્રવારના રોજ તે સ્વસ્થ થઇ ઘરે પરત ફરતાં તેના પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ સહિત ટ્રસ્ટીગણ અને તબીબોનો આભાર માન્યો હતો.

આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પંકજ નિમ્બાલકરે જણાવ્યું હતું કે દર્દીની હાલત ખુબ જ ગંભીર હતી પરંતુ તબીબોની મહેનત રંગ લાવી અને આજે યુવક સ્વસ્થ થઇ જતાં તેને રજા આપવામાં આવી છે અને અત્યાર સુધી હોસ્પિટલમાંથી 650 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે ગયા છે.

અન્ય સમાચારો પણ છે...