દારૂ મુદ્દે કોર્ટની કડક કાર્યવાહી:ઉંઝાના બ્રાહ્મણવાડામાં 43.61 લાખનો દારૂ પક્ડાયો હતો, સેશન્સ કોર્ટે જેલમાં બંધ આરોપીના જામીન ના મંજૂર કર્યા

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.43,61,580 ના વિદેશી દારૂ સહિત રૂ.53,78,580 ના મુદ્દામાલના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા.

ઉંઝાના બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પાસેથી મહેસાણા એલ.સી.બી પોલીસે 43.61 લાખના વિદેશી દારૂ સહિત ટ્રક ઝડપી હતી. ઉંઝા પોલીસ મથકે પકડાયેલ 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાં આ દારૂના કેસમાં આરોપીઓની તપાસ દરમિયાન સ્વામી નાયક નાગ રાજ નાયક સોમલા નાયક લંબાણી રહે.આબુ રોડ, જી. સિરોહી, રાજસ્થાનનું નામ ખુલતા આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેની જામીન અરજી સેશન્સ કોર્ટમાં મૂકતા અરજી ના મંજુર કરવામાં આવી હતી

53,58,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો
ઉંઝા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પાલનપુરથી સિદ્ધપુર તરફ આવી રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડનો 43 લાખ 61 હજારનો વિદેશી દારૂ સહિત વાહન, મોબાઈલ, રોકડ રૂ.6800 મળી કુલ રૂ.53,58,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં દારૂ લઈ જતા રાયસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ નિર્ભયસિંહ કિતાવત અને દેવેન્દ્રસિંહ ભેરૂસિંહ માનસિંહ રાણાવત નામના બન્ને આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ઉંઝા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે મામલે આ બે આરોપીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્વામી નાયક નાગ રાજ નાયક સોમલા નાયક લંબાણી રહે. આબુ રોડ, જી. સિરોહી, રાજસ્થાનનું નામ ખુલતા પોલીસે તેની અટક કરી હતી. જેમાં આરોપી દ્વારા જામીન અરજી સેશન્સ કોર્ટમાં મુકવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ પરેશ કે. દવેની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી વિસનગર સેશન્સ કોર્ટના જજ એમ.કે.ઉપાધ્યાય દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...