વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવર નજીક યુવકે બાઇકને લાઈટ બતાવી ધીમું ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા 4 શખ્સોએ યુવકને માર માર્યો. ઇજાઓ થતાં યુવકને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ ચાર શખ્સોએ હુમલો કરતા તમામ વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
શહેરના આથમણાવાસમાં રહેતા લાલાજી રાણાજી તેમના કુટુંબી ભાઈની ત્રણ દરવાજા ટાવર પર આવેલી ચાની કીટલી પર ઊભા હતા. તે દરમિયાન કુટુંબી ભાઈ તેમનું એક્ટિવા લઈને આવ્યા હતા. તેવામાં વિસનગરની ગુરુનાનક સોસાયટીમાં રહેતા લખનસિંઘ મોહનસિંઘ ચિકલીગર અને નિહાલસિંઘ શૈલેન્દ્રસિંઘ ચિકલીગર, અજયસિંઘ હજૂરસિંઘ ચિકલીગર તેમજ ઠાકોર વિક્રમજી રમેશજી મળી જગદીશજી અને લાલાજીને ધોકા તેમજ લોખંડના બાટ વડે માર માર્યો હતો. આમ માર મારતા ઇજાઓ પહોંચતા યુવકને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.