વિસનગરના તરભમાં વેચાણ લીધેલ પ્લોટ આગળ નળ નાંખવા મુદ્દે ઠપકો આપવા ગયેલ શિક્ષક તેમજ તેમના પરિવારને ચાર શખ્સોએ લોખંડની પાઇપ, લાકડી અને ધારિયા જેવા હથિયારોથી હૂમલો કરતાં બે મહિલા સહિત શિક્ષકને ઇજાઓ પહોંચી હતી. તરભમાં રહેતા ઉમેદજી તલાજી ઠાકોર ઉનાવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.
ઉમેદજી શનિવારની રાત્રે તેમના પત્ની રાજબા, ભાઇ જીગ્નેશજી અને તેમના પત્ની માંનાબા સાથે તેમના મહોલ્લામાં રહેતા ઠાકોર રેવાજી હઠાજીના ઘરે ગયા હતા અને ઉમેદજીએ ઠાકોર લક્ષ્મણજી હઠાજી પાસેથી અમોએ વેચાણે લીધેલ પ્લોટ આગળ તમે પાણીનો નળ નાંખી ભોગવટો કરો છો તેમ કહેતાં રેવાજીએ અમો કાઢી નાંખીશુ તેમ કહેતા ઠાકોર લાલાજી બાબુજી પાઇપ, ઠાકોર બળવંતજી બાબુજી લાકડી લઇ અને ઠાકોર જયેશજી અભુજી ધારિયુ લઇને દોડી આવી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઘાયલ ઉમેદજી, તેમના પત્ની રાજબા અને ભાભી માંનાબાને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની સિવિલમાં ખસેડાયા છે. ઉમેદજીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં ચાર સામે ગુનો દાખલ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.