વિસનગર તાલુકા પોલીસે ગોઠવા ગામે રહેણાંક મકાનમાં રેડ કરી લાયસન્સ વિના માર્કેટ પ્લસ નામની એપથી શેરબજારની ટિપ્સ આપી શેરની લે-વેચ કરાવી કમિશન મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતી 4 જણાની ટોળકી પકડી પાડી છે.
વિસનગર તાલુકા પોલીસને ગોઠવા ગામના આથમણા વાસમાં રહેતો ઠાકોર કિરણજી ભરતજી તેના રહેણાંક મકાનમાં લોકોના મોબાઇલ નંબરોનું લિસ્ટ મેળવી પોતાના માણસો સાથે કોલ કરી માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનમાં શેરબજારની વધ-ઘટ જોઇ સ્ટોકબજારનું કોઇપણ જાતનું લાયસન્સ ન હોવા છતાં લોકોને વધુ કમાઇ આપવાની ટિપ્સ આપી શેર લે-વેચનું કમિશન મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પીઆઇ એન.પી. રાઠોડ, હે.કો. જગદીશભાઇ, પો.કો. હસમુખજી, માૈલિકકુમાર, રજનીકાન્ત સહિત સ્ટાફે ઘટના સ્થળે રેડ કરી કિરણજી ઠાકોર સહિત 4ને શેરબજારની ટિપ્સ આપતાં સાધન સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.150 રોકડ, 6 મોબાઇલ મળી રૂ.27,500નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલ ચારે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
વિસનગર તાલુકા પોલીસે 6 મોબાઇલ સાથે 4ને પકડ્યા
1. કિરણજી ભરતજી ઠાકોર
2. ભાવિકી ગોવિંદજી ઠાકોર
3. સંજયજી મનુજી ઠાકોર
4. વનરાજજી મનુજી ઠાકોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.