તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગાર:વિસનગર શહેરમાંથી 307 શ્રમિકો તેમના વતન રવાના

વિસનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 લકઝરી દ્વારા 168 અને ટ્રેન દ્વારા 139 શ્રમિકો વતન ગયા

લૉકડાઉનને પગલે ધંધા રોજગાર ઠપ્પ થઇ જતાં વિસનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામ કરતા 307 શ્રમિકોને વહીવટીતંત્રની મદદથી મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને ઝારખંડ લકઝરી બસ-ટ્રેન મારફતે તેમના વતનમાં મોકલાયા હતા. લૉકડાઉનમાં ધંધા-રોજગાર બંધ રહેતા ઇન્ડસ્ટ્રીઝ તેમજ રેલ્વે વિસ્તારમાં કામ કરતા શ્રમિકો કામ બંધ થઇ જતાં વતન જવા માટે વિસનગર પ્રાંત અધિકારી સી.સી.પટેલ તેમજ મામલતદાર પાસે મંજૂરી માગી હતી.જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્ય રૂષિકેશ પટેલના સહયોગથી  મહારાષ્ટ્ર 34, મધ્યપ્રદેશમાં 103 અને ઝારખંડના 31 શ્રમિકોને લકઝરી બસ મારફતે પોતાના વતન મોકલાયા હતા. જોકે,શ્રમિકો રેલ્વે દ્વારા મધ્યપ્રદેશ જવા માટે 139 શ્રમિકોએ મંજૂરી માગતા તેમને રવાના કરાયા હતા.બીજી બાજુ રાત્રે વિસનગર તરફથી 50 થી 60 જેટલા પરપ્રાંતિયો ગુંજા પાસે બંદોબસ્ત હોવા છતાં  વડનગર સુધી પહોંચી જતાં વડનગર પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે તેમની પૂછ-પરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો