હીરાબાને અનોખી શ્રદ્ધાંજલિ:વિસનગરમાં તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા 300 ધાબળાનું વિતરણ કરાયું; લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટેની પ્રસંશનીય કામગીરી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શતાયુ માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસનગરની તિરૂપતિ ફાઉન્ડેશનના ચેરમેન જીતુ પટેલ દ્વારા ધાબળાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં ગ્રીન એમ્બેસેડર વિસનગરમાં વિવિધ જગ્યાએ 300 જેટલા ધાબળાનું વિતરણ કર્યું હતું. જેમ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા 3 હજાર ધાબળાનું વિતરણ કરાયું હતું. તે જ રીતે ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલે પણ ધાબળાનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

જીતુ પટેલ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી
શિયાળામાં હાલ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તેવામાં કેટલાય લોકોને ઘર ન હોવાથી તેઓ રોડ પર સુઈ રહ્યાં હોય છે. જેમાં વિસનગરમાં પણ કેટલાય લોકો રોડ પર સુતા હોય છે. ત્યારે આ કાતિલ ઠંડીમાં રક્ષણ મળે તે માટે તિરૂપતિ ફાઉન્ડેશન ચેરમેન અને ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા ઠંડીમાં રોડ પર સુતા લોકોને અને નાના સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને તેમજ અન્ય શ્રમજીવી મળી 1 હજાર ધાબળાનું શિયાળામાં વિતરણ કર્યું છે. આમ, જીતુ પટેલ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.

લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ
આ અંગે તિરૂપતિ ફાઉન્ડેશનના ચેરમેન જીતુ પટેલે જણાવ્યું હતું કે, સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કડકડતી ઠંડીમાં પૂજ્ય હીરાબાની યાદમાં 3 હજાર ધાબળા વિતરણ કર્યા હતા. તેમ અમે પણ વિસનગરમાં જે જરૂરિયાત વાળા લોકોને આ ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે હીરાબાની યાદમાં ધાબળાનું વિતરણ કરી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...