તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોમાં રોષ:ખેરાલુ એસટી ડેપોમાં નહીં આવતી 50 બસો મુદ્દે 30 દિવસનું અલ્ટીમેટમ

વિસનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ-અંબાજી હાઇવે પરથી બાયપાસ જતી રહેતાં મુસાફરોમાં રોષ

ખેરાલુ-અંબાજી હાઇવે ઉપર બાયપાસ જતી બસો મુદ્દે ગત માર્ચ મહિનામાં શહેરના રેલ્વે અને રોડ પેસેન્જર એસોસીએસન દ્વારા કરાયેલ રજૂઆત બાદ પણ કોઇ પરિણામ ન મળતાં એસોસીએસન દ્વારા આગામી 30 દિવસમાં યોગ્ય નિકાલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે એસ.ટી. બસ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ખેરાલુ શહેરમાંથી પસાર થતી લાંબા રૂટની 50 જેટલી બસો ખેરાલુ હાઇવે શીત કેન્દ્રથી વૃંદાવન ચાર રસ્તા થઇ બારોબાર જાય છે જેના કારણે શહેરીજનોને લાંબારૂટની બસોની સુવિધા મળતી ન હોવાનું જણાવી ખેરાલુ તાલુકા રેલ્વે અને રોડ પેસેન્જર એસોસીએસન દ્વારા આ તમામ બસોનું સંચાલન ખેરાલુ ડેપોમાં કરવા માટે ગત માર્ચ મહિનામાં રજૂઆત કરવામાં આવી હતી. એસોસીએસન દ્વારા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરાતાં મુખ્યમંત્રીએ તમામ બસોનું સંચાલન ખેરાલુ ડેપોમાંથી કરવા આદેશ કરાતાં થોડાક સમય માટે બસો આવી હતી પરંતુ પાછળથી જૈસે થૈ પરિસ્થિતિ થઇ જતાં ખેરાલુ શહેરની જનતાને લાંબા રૂટની બસોનો લાભ મળતો નથી. રજૂઆત કર્યાના ત્રણ મહિના બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાતાં ખેરાલુ રેલ્વે અને રોડ પેસેન્જર એસોસીએસન દ્વારા 30 દિવસમાં કાર્યવાહી નહી થાય તો ખેરાલુ શીત કેન્દ્ર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે એસ.ટી.રોકો આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત નગરજનોને બાયપાસ બસોમાં મુસાફરી કરી કંડક્ટરની ફરિયાદ બુકમાં ફરિયાદ કરવા અને કંડક્ટર ફરિયાદ બુક ન આપે તો ખેરાલુ ડેપોમાં ફરિયાદ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...