સગીરાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...
વિસનગર તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરાને બનાસકાંઠા જિલ્લાના યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. એટલું જ નહીં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આ બાબતે સગીરાએ યુવક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને બનાસકાંઠાના એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ત્યારબાદ સગીરાનો નંબર મેળવી તેની સાથે વાત કરી પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં યુવકે સગીરાને લગ્નની લાલચ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા...
વિસનગરમાં શહેર પોલીસે બાતમીના આધારે રેડ કરી લાલ દરવાજા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ કાંસા ચોકડી પરથી એક ઇસમ પાસે થેલીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, શેખ હુસેન અમીર એ લાલ દરવાજા ગુલઝાર પાન પાર્લર પાસે કેબીનની પાછળ ઓટલા પર ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડે છે. તેવી હકીકતને આધારે ઘટનાસ્થળે જઈ રેડ કરતા વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે શેખ હુસેન અમિર, ઇમરાન હુસેન પઠાણ, વસંત સકરચંદ ભોઈને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રકમ રૂ. 14,130 જુગાર સાહિત્ય સહિત કબજે લઈ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ ઝડપાયો...
વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ. નિનામાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન કાંસા ચોકડી પાસે આવતા ખાનગી બાતમી મળી હતી કે, ઠાકોર આકાશ શૈલેશ રહે. રાલીસણા ગામ તળાવની પાસે એ કાંસા ચોકડી હેવમોર આઈસ્ક્રીમની દુકાનની પાસે થેલીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. તે આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 8 કિંમત રૂ. 1510નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.