ભક્તિ:દેણપમાં મા અંબાના મંદિરના 3 શિખર સોને મઢાયા

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ અગાઉ 30 લાખના ખર્ચે 500 ગ્રામ સોનાનો ઉપયોગ કરી ગર્ભગૃહ અને સિંહાસન બનાવાયું હતું

વિસનગરના દેણપમાં 800 વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં ગર્ભગૃહ અને સિંહાસન બાદ રૂ.7 લાખના ખર્ચે 100 ગ્રામ સોનામાંથી મંદિરનાં 3 શિખરોને મઢતાં મંદિરની શોભામાં વધારો થયો છે. ગત વર્ષે મંદિરમાં રૂ.30 લાખના ખર્ચે 500 ગ્રામ સોનાના ઉપયોગથી સિંહાસન અને ગર્ભગૃહની ચારેય દીવાલો, નકશીકામ મુજબ સોનાના પાસાનું પતરું, મઢી સહિત કામગીરી કરાઇ હતી.

તાજેતરમાં મંદિરના 3 શિખરોને પણ દાનમાં આવેલા સોના સહિત રૂ.7 લાખનો ખર્ચ કરી મઢાયા છેે તેમ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી ચતુરભાઇ પટેલે જણાવ્યું હતું. અંબાજીમાં આવેલા મા અંબાના મંદિરની જેમ આ મંદિર પણ પ્રાચીન હોવાથી દર વર્ષે નવરાત્રીમાં ગામ સહિત આજુબાજુના વિસ્તારના 700થી વધુ શ્રદ્ધાળુઓ 5 દિવસના ઉપવાસ કરે છે અને આઠમે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. મંદિરના મહત્વને લઇ ગ્રામજનો દ્વારા હેરિટેજ જાહેર કરવા અરજી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...