તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આઇસરની અડફેટે એક્ટીવા સવાર વિસનગરના GRD સહિત 3નાં મોત, વડનગર નજીક વિસનગર હાઇવે પર સાતસો બ્લીસ સ્કૂલ પાસે અકસ્માત

વિસનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લોખંડની એંગલો ભરેલા આઇસરે એક્ટીવાને ફંગોળ્યું - Divya Bhaskar
લોખંડની એંગલો ભરેલા આઇસરે એક્ટીવાને ફંગોળ્યું

વડનગર નજીક વિસનગર હાઇવે પર સાતસો બ્લીસ સ્કૂલ પાસે શુક્રવારે બપોરે આઇસર ગાડીના ચાલકે સામેથી આવતા એક્ટીવાને ટક્કર મારતાં એક્ટીવા સવાર વિસનગરના જીઆરડી સહિત ત્રણ યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. વડનગર પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

વિસનગર શહેરના આથમણા વાસમાં રહેતા સત્યમજી છનાજી ઠાકોર તેમના મિત્ર વસંતજી જેસાજી ઠાકોર અને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડી લાલાભાઇ અમરતભાઇ રાવળ (મૂળ રહે.સિપોર) એક્ટીવા (જીજે 02 સીઆર 8919) લઇ શુક્રવારે બપોરે વડનગરથી વિસનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે સાતસો બ્લીચ સ્કૂલ નજીક સામેથી આવતા આઇસર (જીજે 05 બીવી 8015)ના ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં ત્રણેય યુવકો રોડ પર પટકાતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ટક્કર મારી આઇસર કેનાલમાં ખાબકતા રહી ગઇ હતી અને ચાલક ભાગી ગયો હતો. વડનગર પોલીસે ત્રણે મૃતકોના સ્થાનિક સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારોને સોંપાતાં તેમના હૈયાફાટ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો