વિસનગર નજીક વડનગર રોડ પર ટ્રેક્ટર ચાલકે અેકાઅેક વળાંક લેતાં સુલતાનપુરના 3 યુવકો ટ્રેક્ટરની ટ્રોલી સાથે ભટકાઈ બાઇક અંદર ઘૂસી જતાં ત્રણેયને ઇજા પહોંચી હતી. જેમાં એક યુવકની હાલત ગંભીર છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
વડનગર તાલુકાના સુલતાનપુર ગામના ઠાકોર કાળુજી પ્રભાતજી તેમના મિત્ર અાકાશજી બકાજી અને ઠાકોર સોવનજી ભરતજી બાઇક (જીજે 02 ડીઇ 2069) લઇ કપડાં ખરીદવા વિસનગર અાવતા હતા. જેઅો વડનગર 15 મિનિટ રોકાઇ વડનગર- વિસનગર રોડ ઉપર બાઇક લઇ અાવી રહ્યા હતા, ત્યારે વિસનગર નજીક જલારામ મંદિર પાસે ટ્રેક્ટર (જીજે 02 એજી 6793)ના ચાલકે રોડ ઉપર અેકાઅેક વળાંકમાં લેતાં બાઇક ટ્રેક્ટરની ટોલી સાથે અથડાયું હતું અને બાઈક અંદર ઘૂસી જતાં ત્રણેય યુવકો નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે નૂતન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ઠાકોર અાકાશજી બકાજીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા છે. અા બનાવ અંગે કાળુજી ઠાકોરે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.