ઇમર્જન્સી આરોગ્યલક્ષી સેવા 24×7 મળશે:દિવાળી દરમિયાન જનતાને આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે નૂતન હોસ્પિટલ ખાતે 24×7 ઇમર્જન્સી સારવાર ચાલુ રહેશે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા જાહેર જનતાને દિવાળીના તહેવારમાં આરોગ્યલક્ષી સેવા મેળવવામાં વંચિત ન રહેવું પડે કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી આરોગ્યલક્ષી સેવા 24×7 કલાક મળી રહે તે માટે હરહંમેશની જેમ આ વર્ષે પણ આયોજન કર્યુ છે.

ફક્ત ઓપીડી બંધ રહેશે. ઇમર્જન્સી સેવા 24×7 કલાક ચાલુ રહેશે
નૂતન હોસ્પિટલ ખાતે સીઝે્રિયન, ડિલિવરી સહિત તમામ પ્રકારના ઇમર્જન્સી ઓપરેશન સહિત તમામ વિભાગના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા આરોગ્યલક્ષી ઇમર્જન્સી સેવા 24×7 કલાક મળી રહેશે. સોમવાર, બુધવાર અને ગુરુવાર (તા.24, 26અને 27)ના રોજ નૂતન હોસ્પિટલ ખાતે ફક્ત ઓપીડી બંધ રહેશે. પરંતુ ઇમર્જન્સી સેવા 24×7 કલાક ચાલુ રહેશે તો જરૂરિયાતમંદ વ્યક્તિએ આરોગ્યલક્ષી સેવાનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...