તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનને લઇ વિસનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી કોઇ ચૂંટણી લડવા તૈયાર થતું ન હતું, જ્યારે આ વખતે 36 સીટો માટે 240 દાવેદારો લાઇનમાં છે. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો અને જિલ્લા પંચાયતની 5 સીટો માટે 170 દાવેદારો છે. હરીફ કોંગ્રેસમાં નગરપાલિકામાં 42, જ્યારે તાલુકા અને જિ.પંચાયતમાં 100 દાવેદારો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.નગરપાલિકાના 9 વોર્ડની 36 સીટો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપમાંથી 240 દાવેદારોએ ટિકિટ માંગી હોઇ નિરીક્ષકો માટે પસંદગી કઠીન બની છે.
તો દાવેદારોએ પોતાની ટિકિટ પાક્કી કરાવવા લોબિંગ શરૂ કરી દીધું છે. જ્યારે કોંગ્રેસમાંથી 42 ઉમેદવારોએ દાવેદારી કરી હોવાનું અને પેનલ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું શહેર કોંગ્રેસે જણાવ્યું છે. તો તાલુકા પંચાયતની 24 સીટો માટે 82 અને જિલ્લા પંચાયતની 5 સીટો માટે 18 મળી કુલ 100 દાવેદારો છે.
2015માં પાલિકા-પંચાયતમાં કોંગ્રેસની જીત થઇ હતી
વર્ષ 2015માં અનામત આંદોલનને લઇ નગરપાલિકાની 36 પૈકી ભાજપને ફક્ત 7 સીટો મળી હતી. જ્યારે વિકાસમંચને 17 અને કોંગ્રેસને 12 સીટો મળતાં કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધને સત્તા સંભાળી હતી. જેમાં અઢી વર્ષની બીજી મુદતમાં સવા વર્ષ પૂર્વે 21 સભ્યો ભાજપમાં જોડાઇ જતાં ભાજપના હાથમાં સત્તા આવી હતી. જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપને 5 અને કોંગ્રેસને 19 સીટો મળી હતી. જેમાં અઢી વર્ષ બાદ કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપમાં ભળતાં કોંગ્રેસે પ્રમુખપદ જાળવી રાખ્યું, પરંતુ કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ગુમાવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.