"હર હર મહાદેવ":વિસનગરના જમનેશ્વર મહાદેવ મંદિરમાં 21 હજાર રુદ્રાક્ષનું શિવલિંગ ભક્તો માટે ખુલ્લું મુકાયું, શહેર પીઆઇ અને તાલુકા પીઆઇએ પૂજા કરી

વિસનગર2 મહિનો પહેલા
  • શિવલિંગ શહેર પીઆઇ અને તાલુકા પીઆઇના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું

વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પથ્થર વાડી તરીકે ઓળખાતા અતિ પ્રાચીન 800 વર્ષ જૂના જમનેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસમાં પવિત્ર 21 હજાર રુદ્રાક્ષનું શિવલિંગ બનાવી વિસનગરના ભાવિક ભકતો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શિવલિંગ વિસનગર શહેર પીઆઇ એસ.એસ.નિનામા અને તાલુકા પીઆઇ એન.પી.રાઠોડના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બન્ને પીઆઇ દ્વારા ભગવાન જમનેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હર હર ભોલે અને જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ શિવલિંગ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા ભાવિક ભક્તો માટે બનાવવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

શહેર અને તાલુકા પીઆઇએ જમનેશ્વર મહાદેવની પૂજા કરી
શ્રાવણ માસના પ્રથમ સોમવારે લાલ દરવાજા વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન જમનેશ્વર મહાદેવ મંદિરમાં વિસનગર શહેર પી.આઇ એસ.એસ.નિનામા અને વિસનગર તાલુકા પીઆઇ એન.પી.રાઠોડ દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી અને અતિ પ્રાચીન મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં 21 હજાર રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું ​​​​​​
આ અંગે મહારાજ સત્યમપ્રકાશ રામચંદ્રે જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રથમ સોમવાર જમનેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક અને પથ્થર વાડી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર બંધ હાલતમાં હતું . આ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ મંદિરને ખુલ્લું મૂકી વિકાસ માટે મંદિરમાં 21 હજાર રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તમામ વિસનગર અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાને જમનેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે વિનંતી કરી હતી. આ હરિદ્વારથી જ અભિમંત્રિત થયેલા રુદ્રાક્ષ છે. આખા શ્રાવણ દરમિયાન આ રુદ્રાક્ષનું શિવલિંગ રાખવાનું છે. છેલ્લા અમાસના દિવસે રુદ્રાક્ષના શિવલિંગની પૂર્ણાહુતિ કરી એ અભિમંત્રિત કરેલા પૂજા કરેલા એક ટોકન ભાગ રૂપે પ્રસાદી રૂપે એક એક શિવલિંગનું રુદ્રાક્ષ અમે આપવાના છીએ. વિશ્વ હિન્દુ પરિષદ આ મંદિર માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તો તમે પણ આ પ્રયત્નમાં જોડાવ સહભાગી થાઓ એવી અમારી નમ્ર વિનંતી છે. જેમાં શિવ કથાનું પણ આયોજન કરાયું છે. જે શિવકથા 7 તારીખ થી 14 સુધી રામદ્વારા પોસ્ટ ઓફિસની બાજુમાં રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...