સરકાર દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે વિસનગર તાલુકાના તરભ ગામે યુનિયન બેંક દ્વારા ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતવીમા યોજના તથા બેંક ડેબિટ કાર્ડ તથા યુનિયન બેંક અકસ્માત વીમા અંતગર્ત ગામના જ 9 જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને 55 લાખ રૂપિયાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
મહેસાણા પ્રાદેશિક કચેરી એરિયા હેડ અંકુર શરાફના હસ્તે અકસ્માત વીમા અંતગર્ત ગામના જ 9 જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને 55 લાખ રૂપિયાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. યુનિયન બેંકમાં 50 વિદ્યાર્થીઓના શૂન્ય બેલેન્સથી ખાતા ખોલી આપવામાં આવ્યા હતા. આમ સ્વજનોએ ટૂંકા ગાળામાં વીમા રકમ મળતા ખુશી અનુભવી હતી અને આભાર માન્યો હતો.
આ ઉપરાંત યુનિયન બેંક દ્વારા યુનિયન મુસ્કાન યોજના દ્વારા મહેસાણા જિલ્લાની તરભ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા ખાતે મહેસાણા પ્રાદેશિક કચેરી એરિયા હેડ અંકુર શરાફની ઉપસ્થિતમાં 50 વિદ્યાર્થીઓના શૂન્ય બેલેન્સથી યુનિયન મુસ્કાન યોજના દ્વારા ખાતા ખોલી તેમના વાલીઓને 5 લાખનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું.
આ અંગે મહેસાણા પ્રદેશ હેડ યુનિયન બેન્ક ના અંકુર શરાફ એ જણાવ્યું હતું કે, યુનિયન બેંક તરભ શાખા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિયન મુસ્કાનના 50 ખાતા ખોલવામાં આવ્યા છે. યુનિયન મુસ્કાનએ યુનિયન બેંકની સ્કીમ છે. જેમાં 0થી 18 વર્ષના બાળકોના ખાતા ખોલવામાં આવે છે. એમાં સાથે વીમો પણ હોય છે. પાંચ લાખ રૂપિયાનો વીમો પણ એડ હોય છે. 9 લાભાર્થીઓને યોજનાઓ અંતગર્ત ક્લેમ ચેક અર્પણ કરવામાં આવ્યા છે.
વીમાની રકમ મેળવનારની વિગત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.