કારીગરોને રોજગારી આપવાની અનોખી પહેલ:વિસનગરમાં 2 દિવસીય 'કચ્છી ખજાનો' એક્ઝીબિશનનું આયોજન, કારીગરોને યોગ્ય મહેનતાણુ અને ગ્રાહકોને વાજબી ભાવે પ્રોડક્ટ મળશે

વિસનગર13 દિવસ પહેલા
  • કચ્છી કલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા પ્રદર્શન યોજાયું
  • કચ્છના નાના કારીગરોની કળા ને સીધા ગ્રાહકો પાસે પહોચાડવાની પહેલ

વિસનગરમાં ગોવિંદ ચકલા પટેલ વાડી ખાતે લુપ્ત થતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરવા અને કચ્છના નાના કારીગરોની કળા સીધી ગ્રાહકો પાસે પહોંચે તેવા પ્રયાસથી કચ્છી ખજાનો શીર્ષક હેઠળ એકિઝીબિશનનું તારીખ 28 અને 29 જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના કારીગરોને મહેનત પ્રમાણે રોજગારી આપવાની અનોખી પહેલ પ્રયાસ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. માર્કેટ કરતા ગ્રાહકોને ઓછા ભાવે મળી રહે અને કારીગરોને પણ મહેનત પ્રમાણે રોજગારી મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કચ્છની કળાને લોકો સુધી લઈ જઈ તેને ઉજાગર કરવાની કામગીરી પ્રયાસ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.

કચ્છના કારીગરોની હસ્તકલાનું પ્રદર્શન
વિસનગરમાં પ્રયાસ સંસ્થા દ્વારા કચ્છના કારીગરોની હસ્તકલાને ઉજાગર કરવા માટે બીડું ઝડપ્યું છે. જેમાં કચ્છ અને ભુજના કલાના કારીગરો પોતાના હાથથી બનાવેલી વસ્તુ જેવી કે હેન્ડલૂમ પર્સ, હેન્ડલૂમ કાપડ, મોડલ, મશરૂમ, કચ્છી બાંધેજ, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલ, મેટલ વર્ક, મીઠાઈઓ, ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક પ્રોસેસ પ્રોડક્ટ્સ, કુર્તી/ટોપ, કોપર વર્ક, બોટમ વિયર, જેન્ટ્સ ક્લેક્શન, ચિલ્ડ્રન વેર સહિતની તમામ કચ્છના કારીગરોના હસ્તે બનાવેલી વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

કચ્છના નાના કારીગરોને રોજગાર આપવાનું બીડું
કચ્છની કલાના નાના કારીગરોને તેમના કામ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ સંસ્થા દ્વારા તેમનો માલ ખરીદીને લોકો સુધી સીધો પહોંચે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આમ લોકડાઉનમાં પડી ભાંગેલા કામ ધંધા ફરીથી ઉજાગર કરવા અને કારીગરોને રોજગારી મળી રહે તે માટે આ બીડુ ઝડપવામાં આવ્યું છે.

કચ્છના કારીગરોની કળાને ખરીદી, પ્રોત્સાહિત કરવા વિનંતી
આ અંગે પ્રયાસ સંસ્થા ના સંયોજક ડૉ.મુક્તિ પટેલે જણાવ્યું હતું કે કચ્છના કારીગરો ને રોજગારી મળી રહે તે માટે અમારી સંસ્થા દ્વારા 30 જેટલા પ્રદર્શન કરવામાં આવ્યા છે જે આજે વિસનગર ખાતે ગોવિંદ ચકલા ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તો કચ્છના કારીગરો ને પ્રોત્સાહિત કરવા માટે પ્રદર્શન માં હાજર રહી ખરીદી કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...