ચોરી:વિસનગર શક્તિ ફ્લેટમાં ધોળેદહાડે નકુચાની કડી તોડી 1.80 લાખની ચોરી

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આંખની સારવાર માટે હોસ્પિટલ ગયા ને ચોર ત્રાટક્યા
  • બેડરૂમમાં પલંગના ખાનામાં રૂ.1.80 લાખ રોકડા મૂક્યા હતા

વિસનગર શહેરના નૂતન હાઇસ્કૂલ રોડ પર શક્તિ ફ્લેટમાં ગુરૂવાર સવારે પરિવાર મકાન બંધ કરી કામ અર્થે બહાર ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ મકાનના નકૂચાની કડી તોડી અંદર ઘૂસી રૂ.1.80 લાખ રોકડ ચોરી ગયા હતા. જે અંગે વિસનગર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.વિસનગર ફાયર સ્ટેશન નજીક નૂતન હાઇસ્કૂલ રોડ પર આવેલા શક્તિ ફ્લેટમાં રહેતા મૂળ રાજસ્થાનના ચંપાવત બેબીકુવરબા નરેન્દ્રસિંહ ગુરૂવારે સવારે દીકરી સ્કૂલે ગઈ હતી, ત્યારે તેઓ હોસ્પિટલમાં આંખની સારવાર માટે મકાન બંધ કરી નીકળ્યા હતા.

પરત આવ્યા તે ગાળામાં ચોરોએ તેમના મકાનના નકૂચાની કડી તોડી અંદર ઘૂસી બેડરૂમમાં ડબલ બેડના પલંગના ખાનામાં મુકેલ રૂ.1.80 લાખ રોકડ ચોરી ફરાર થઈ ગયા હતા. ઘરમાં માલ સામાન વેરણ છેરણ જોતાં ઘરમાં ચોરી થઈ હોવાનું જણાતાં તેમણે પલંગમાં મુકેલા પૈસાની તપાસ કરતાં જાણ થઇ હતી. ચોરી અંગે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને બેબીકુંવરબાની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે. ઘટનાથી સોસાયટીમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...