ગ્રામજનોમાં હર્ષની લાગણી:વિસનગર તાલુકામાં 21.70 કરોડના ખર્ચે 35 ગામોને ઉપયોગી 18 રોડ નવા બનશે

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે માર્ગ-મકાન વિભાગની મંજૂરી
  • મંજૂર કરાયેલા અધિકાંશ રસ્તા કાચા નેળિયા હોવાથી લોકોને ફાયદો થશે

વિસનગર તાલુકાના 35 ગામોને ઉપયોગી 18 રોડ રૂ.21.70 કરોડના ખર્ચે બનાવવા માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી જન્મી છે. વિસનગર તાલુકામાં કાચા નેળિયાના રસ્તાઓમાં ચોમાસા દરમિયાન ભારે તકલીફોનો સામનો કરવો પડતો હોઇ પાકો રોડ બનાવવા ગ્રામજનો દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરાઇ હતી.

તેમણે માર્ગ-મકાન વિભાગમાં દરખાસ્ત કરી ગ્રામજનોની આ માગણી ઝડપી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. જેના પગલે 35 ગામોને જોડતા રૂ.21.70 કરોડના રોડના 18 કામોને મંજૂરી આપી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.

રસ્તાનું નામ લંબાઇ ખર્ચ 1. પુદગામ-કાંસા રોડ(મુક્તિધામ) 3.5 કિમી 1.75 કરોડ 2. ઉદલપુર તળાવથી કાંમલપુર રોડ 2.8 કિમી 1.40 કરોડ 3. હસનપુર-કિયાદર રોડ 3.5 કિમી ‌ 1.75 કરોડ 4. તરભ-વાલમ રોડ 3.7 કિમી 1.85 કરોડ 5. ગોઠવા (પરા) કડા સિદ્ધેશ્વરી રોડ 2.8 કિમી1.40 કરોડ 6. ગણપતપુરા-ખરવડા વચ્ચે રોડ 1.5 કિમી 75 લાખ 7. ગોઠવા-બાજીપુરા રોડ 1.7 કિમી 85 લાખ 8. કમાણા-મગરોડા-બેચરપુરા રોડ 3.3 કિમી 1.65 કરોડ 9. મગરોડા-ખરવડા તળાવથી ગામનો રોડ 1 કિમી 50 લાખ 10. ભાન્ડુથી સાતુસણા રોડ 3.7કિમી 1.85 કરોડ 11. કંસારાકુઇ સવાલા રોડ 2.3 કિમી 1.15 કરોડ 12. ઘાઘરેટબાજીપુરા પાટિયાથી હાઇવે 1.2 કિમી 60 લાખ 13. ગોઠવા-આંખાજીપુરાથી બાકરપુર 1.10 કિમી 55 લાખ 14. લાછડીથી દગાવાડીયા 1.15 કિમી 75 લાખ 15. દેણપ-તરભને જોડતો ખંડોસણ 2.20 કિમી રૂ.1.10 કરોડ 16. જેતલવાસણાથી વાલમીયાપુરા રોડ 3 કિમી 1.50 કરોડ 17. ગુંજાલા કેનાલથી દેવરાસણ-ખેરવા 3 કિમી 1.50 કરોડ 18. મંડાલી રોડથી લક્ષ્મીપુરા-ખરોડ 1.60 કિમી 80 લાખ

અન્ય સમાચારો પણ છે...