વિસનગર વિધાનસભા સીટ પર હવે ખરાખરીનો જંગ જામશે. જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિસનગર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 18 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં વિસનગર વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેની ચકાસણી 18 નવેમ્બરના રોજ કરાશે. જ્યારે 21 નવેમ્બર ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 તારીખે મત ગણતરી કરવામાં આવશે.
વિધાનસભા સીટના ઉમેદવારોની લીસ્ટ
(1) પરમાર ગીરીશકુમાર દલાભાઇ (બહુજન સમાજવાદી પાર્ટી)
(2) કિરીટભાઇ ઇશ્વરભાઇ પટેલ(ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ)
(3) પટેલ મુલચંદભાઇ ઇશ્વરભાઇ(ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ)
(4)ઋષિકેશ ગણેશભાઇ પટેલ (ભાજપ)
(5)મીનાબેન ઋષિકેશ પટેલ (ભાજપ)
(6) પ્રજાપતિ જગદીશકુમાર ભીખાભાઇ (ભારતીય જનપરિષદ)
(7) પટેલ જ્યંતિલાલ મોહનલાલ(આમ આદમી પાર્ટી)
(8) સંજયજી અમરતજી ઠાકોર(રાષ્ટ્રીય એકતાદલ)
(9)ઠાકોર વિષ્ણુજી નેનાજી(રાઇટ રીકોલ પાર્ટી)
(10)પટેલ વિજયકુમાર ભોગીલાલ(લોગ પાર્ટી)
(11)પટેલ યોગેશકુમાર અમરતભાઇ(આમ આદમી પાર્ટી)
(12)સંજયજી અમરતજી ઠાકોર(રાષ્ટ્રીય એકતાદલ)
(13)પટેલ ઉપેન્દ્રકુમાર શંકરલાલ(અપક્ષ)
(14) ઠાકોર મનુજી મફાજી(અપક્ષ)
(15)પરમાર ગીરીશકુમાર દલાભાઇ(અપક્ષ)
(16)પ્રજાપતિ જગદીશકુમાર ભીખાભાઇ(અપક્ષ)
(17) ખોખર અબ્દુલરશીદ શેરમહંમદ(અપક્ષ)
(18)ઠાકોર કનુજી પરબતજી(અપક્ષ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.