તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છોગાળા, સુંશી અને વાલમની સીમમાંથી 1 લાખની મત્તા સાથે 17 જુગારી ઝડપાયા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર શહેર પોલીસની બે અને તાલુકા પોલીસની એક સ્થળે રેડ
  • છોગાળામાં રૂ.17,790 રોકડ અને 5 મોબાઇલ તેમજ વાલમમાં રૂ.16130 રોકડ અને 6 મોબાઇલ જપ્ત

વિસનગર પોલીસે છોગાળા, સુંશી અને વાલમ ગામની સીમમાં શ્રાવણિયો જુગાર રમતાં 17 શખ્સોને રૂ.39080 રોકડ અને 11 મોબાઇલ મળી કુલ રૂ.1,01,080ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વિસનગર શહેર પોલીસે છોગાળા ગામની સીમમાં બલીયા આંટામાં મોબાઇલની લાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી દિનેશજી ઇશ્વરજી ઠાકોર, દિપકજી કનુજી ઠાકોર, રાકેશ હરિભાઇ ચાૈધરી, જય જ્યંતિભાઇ ચાૈધરી અને કિરણ જેઠાભાઇ ચાૈધરીને રૂ.17,790 રોકડ અને 5 મોબાઇલ મળી રૂ.51,290ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે સુંશી ગ્રામ પંચાયત નજીક વીજ થાંભલા પાસે જુગાર રમતા ખેમા રણછોડભાઇ વણકર, પરબતજી ચંદુજી રાજપૂત, ચેતન મગનભાઇ સેનમા, રવિ રમેશભાઇ વણકર અને જીતેન્દ્ર ચંદુજી રાજપૂતને રૂ. 5160 રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે તાલુકા પોલીસે વાલમ ગામના આંટામાં બલ્બના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી ઠાકોર સોવનજી જોગાજી, ઠાકોર લક્ષ્મણજી વિનુજી, ઠાકોર રમેશજી મંગાજી, ઠાકોર કનુજી મદારજી, ઠાકોર વનરાજજી ગગાજી, ઠાકોર કલ્પેશ નારાયણજી અને ઠાકોર સોનાજી શંભુજીને રૂ.16130 રોકડ અને 6 મોબાઇલ મળી રૂ.44,630ની મત્તા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય ઘટનામાં કુલ રૂ.39,080 રોકડ અને 11 મોબાઇલ મળી કુલ રૂ. 1,01,080નો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી છે.

ઇન્દ્રાડથી 2100 રોકડ સાથે 4 જુગારી ઝબ્બે
નંંદાસણ પોલીસે કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે ચરાની ખુલ્લી જગ્યાએ બાતમીના આધારે રેડ કરતાં રામાજી હીરાજી કચરાજી ઠાકોર, લીલાજી જોઈતાજી રાયમલજી ઠાકોર, અમરતભાઈ ગેલાભાઈ રાવળ (આંબલીયારા) અને રાયસંગજી બબાજી ખોડાજી ઠાકોર (ઇન્દ્રાડ)ને જુગાર રમતા ઝડપી પાડી રૂપિયા 2100નો મુદ્દામાલ કબજે લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...