તપાસ:વિસનગર પંથકની 14 વર્ષીય સગીરાને ઘરેથી ઉઠાવી જઇ યુવકે દુષ્કર્મ ગુજાર્યું

વિસનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિયોદરના જીભડાનો અને મહેસાણાના ઉચરપીમાં રહેતા શખ્સ સામે ગુનો
  • ઘરે રહેલી બંને દીકરીને બાઇકમાં બેસાડી મોટી બહેનને નુગર ઉતારી મૂકી

વિસનગર પંથકમાં છેવાડાના ગામમાં મજૂરીકામ કરતા બનાસકાંઠાના શ્રમજીવી પરિવારની 14 વર્ષીય દીકરીને દિયોદર તાલુકાના જીભડા ગામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના ગામમાં રહેતું બનાસકાંઠાનું દંપતી ગત 8 મેના રોજ તેમના દીકરાની વહુને મૂકવા ગયું હતું. તે દરમિયાન દિયોદર તાલુકાના જીભડા ગામનો અને હાલ મહેસાણા તાલુકાના ઉચરપી ગામની સીમમાં રહેતો ઠાકોર ચેહરાજી સ્વરૂપજી ઘરે રહેલી તેમની બંને દીકરીઓને બાઇક ઉપર બેસાડી લઇ ગયો હતો.

દરમિયાન, પરત આવેલ દંપતીએ તેમની બંને દીકરીઓ નહીં જણાતાં શોધખોળ હાથ ધરી હતી. તેમાં મોટી દીકરી મહેસાણા તાલુકાના નુગરથી મળી આવી હતી. જેની પૂછપરછ કરતાં ચેહરાજી ઠાકોર તેની 14 વર્ષીય નાની બહેનને લઇ મને અહીં ઉતારી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ ચેહરાજીએ કલોલ તાલુકાના રામપુરા ગામની સીમમાં જઇ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યાંથી તેને લઇ રાધનપુર ગયો હતો. જ્યાં સગીરાના સંબંધી તેને જોઇ જતાં શિહોરી ખાતે ઉતારી ફરાર થઇ ગયો હતો. આ સંબંધીએ સગીરાના પરિવારને જાણ કરતાં તેણીને ઘરે લાવી પૂછપરછ કરતાં સઘળી હકીકત જાણવા મળી હતી.

આ અંગે સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ઠાકોર ચેહરાજી સ્વરૂપજી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...