વિસનગર સ્વયં ભૂ બંધ રહ્યું:14 વર્ષની બાળકીના અકાળે મૃત્યુ પામતા હેર સલૂન એસોસિએશન દ્વારા સવારથી તમામ દુકાનો બંધ રાખી

વિસનગર3 દિવસ પહેલા

વિસનગરમાં બનેલી કરુણ ઘટનાને લઈ નાયી સમાજે સ્વયં ભૂ બંધ પાળી 14 વર્ષની બાળકીના મૃત્યુના માન માં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિસનગરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી અને ઉમતા ગામની નાયી જીયાબેન વિજયભાઈએ વરસાદના પાણીના પ્રવાહમાં સાયકલ પરથી કાબુ ગુમાવી ગટરની કેનાલમાં પડી ગઈ હતી. જેમાં બે કલાકની મહેનત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જેમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, ત્યાં મૃત જાહેર કરવામાં આવી હતી. જેમાં આ કરુણ ઘટનામાં નાયી સમાજની બાળકીનુ મોત થતા તમામ નાયી સમાજ દ્વારા આજે સ્વયં ભૂ બંધ પાળીને બાળકીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ અંગે હેર સલૂન એસોસિએશનના પ્રમુખ સંજભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારા સમાજની દીકરી જે અકાળે મૃત્યુ પામી હતી. જે અમારા એસોસિએશનના સભ્યની પણ દીકરી છે. જેના લીધે અમારા આખા એસોસિએશને સ્વયં ભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેને લઇ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...