રીપીટ કે નો રીપીટ?:વિસનગર વિધાનસભાની સીટ પર ભાજપમાંથી ચૂંટણી લડવા હાલના આરોગ્યમંત્રી સહિત 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

વિસનગરએક મહિનો પહેલા

ગુજરાતમાં ચૂંટણીમાં પડઘમ પડી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે સેન્સ પ્રકિયા કરી રહી છે. જેમાં મહેસાણા જિલ્લામાં પણ કમલમ ખાતે અલગ અલગ વિધાનસભા સીટની સેન્સ પ્રકિયા કરવામાં આવી હતી. જેમાં વિસનગર વિધાનસભા સીટ માટે સૌ પ્રથમ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વિસનગરના હાલના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલ સહિત 14 દાવેદારોએ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં આ ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી વિસનગરમાં રીપિટ થીયરી અપનાવે તો ઋષિકેશ પટેલ પ્રબળ દાવેદાર અને જો નો રીપિટ થીયરી અપનાવે તો પ્રકાશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને જશુભાઇ પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

વિસનગર વિધાનસભાની સીટ પરથી સંભવિત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિસનગર વિધાનસભા ની સીટ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે નીચે મુજબ સંભવિત ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

1 - ઋષિકેશભાઈ પટેલ, ચાલુ ધારાસભ્ય અને આરોગ્યમંત્રી

2 - પ્રકાશભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી

3 - જશુભાઇ પટેલ, 84 સમાજ પ્રમુખ

4 - રૂપલભાઈ પટેલ, નગરપાલીકા ઉપપ્રમુખ

5 - ડોકટર કનુભાઈ ચૌધરી

6 - વિજયભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ

7 - આશાબેન પટેલ, નગરપાલીકા સદસ્ય

8 - દક્ષાબેન પટેલ, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ

9 - રાજુભાઈ પટેલ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ

10 - મનુભાઈ લાછડી

આ સહિત કુલ 15 લોકોએ વિસનગર વિધાનસભા માટે પોતાની તૈયારી દર્શાવી હતી.

છેલ્લા ત્રણ ટર્મથી ઋષિકેશ પટેલ સીટ પર વિજેતા
છેલ્લા ત્રણ ટર્મથી વિસનગર વિધાનસભાની સીટ પર હાલના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બની રહ્યા છે. જેમાં છેલ્લા 15 વર્ષથી વિસનગર વિધાનસભા સીટ પર ભાજપનો ડંકો રહ્યો છે અને સતત આ સીટ પરથી ઋષિકેશ પટેલની આ બેઠક પરથી જીત થઈ છે. જેમાં વર્ષ 2007ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઠબંધનમાં લડવામાં આવેલી બેઠકના ઉમેદવાર ભોળાભાઈ પટેલ સામે ભાજપમાંથી ઋષિકેશ પટેલે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના બબલદાસ પટેલ સામે જીત મેળવી હતી અને વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના મહેશ પટેલ સામે જીત મેળવી હેટ્રિક લગાવી હતી. ભાજપ નો રીપિટ થીયરી ના અપનાવે તો વિસનગરની સીટ પર ઋષિકેશ પટેલ પ્રબળ દાવેદાર છે.

નો રીપિટ થીયરી અપનાવે તો પ્રબળ દાવેદાર કોણ??
વિસનગર વિધાનસભાની સીટ પર છેલ્લા ત્રણ ટર્મથી ઋષિકેશ પટેલ જીત મેળવી રહ્યા છે. ત્યારે આ ટર્મની ચૂંટણીમાં વિસનગરમાં ભાજપ નો રીપિટ થીયરી અપનાવી અને નવા ઉમેદવારને મેદાનમાં ઉતારે તો આ બેઠક પર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ અને જશુભાઇ પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ ભાજપ હવે વિસનગર વિધાનસભાની સીટ પર કોને મેદાનમાં ઉતારશે તે જોવાનું રહ્યું???

અન્ય સમાચારો પણ છે...