તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વિસનગરની પરીશ્રમ સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી 1.31 લાખની ચોરી

વિસનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર સામાજિક કામે વતન મઢાસણા ગયોને ચોર મહેમાન બન્યા
 • રૂ.1.26 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.5 હજાર રોકડ ગઇ

વિસનગર શહેરની પરીશ્રમ સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રૂ.5 હજાર રોકડ મળી રૂ.1.31 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. શહેરની પરીશ્રમ સોસાયટીમાં રહેતા શૈલેશકુમાર મહાશંકરભાઇ જોશી ખાનગી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. શૈલેશભાઇ શનિવારે મકાન બંધ કરી પરિવાર સાથે સામાજિક કામ અર્થે વતન મઢાસણા ગયા હતા. રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તેમજ ઇન્ટરલોક તોડી અંદર ઘૂસ્યા હતા

અને તિજોરીમાં ડ્રોઅરમાં મુકેલી રૂ. 5000 રોકડ, સોનાનું મંગલસુત્ર, સોનાની ચેઇન પેન્ડલ સાથે, સોનાની કાનની બુટ્ટી, સોનાની કાનની શેર, ચાંદીની શેર જોડ-1 મળી રૂ.1.31 લાખની મત્તા ચોરી ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીઓએ શૈલેશભાઇને તેમના મકાનનું તાળુ તૂટેલું હોવાની જાણ કરતાં તેઓ વિસનગર દોડી આવ્યા હતા અને ઘરમાં માલસામાન વેરણ છેરણ પડેલો જોતાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેમણે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો